કોરોના વાઈરસ અંગે ચિંતાજનક સમાચાર આવ્યાં, હવે નવું જોખમ તોળાઈ રહ્યું છે

કોરોના વાઈરસ સંબંધિત એક નવા જોખમનો ખુલાસો થયો છે. જાપાનમાં કોરોના વાઈરસની બીમારીથી ઠીક થયેલી મહિલામાં ફરીથી કોરોના વાઈરસના લક્ષ્ણો જોવા મળ્યાં છે.

કોરોના વાઈરસ અંગે ચિંતાજનક સમાચાર આવ્યાં, હવે નવું જોખમ તોળાઈ રહ્યું છે

ટોકિયો: કોરોના વાઈરસ સંબંધિત એક નવા જોખમનો ખુલાસો થયો છે. જાપાનમાં કોરોના વાઈરસની બીમારીથી ઠીક થયેલી મહિલામાં ફરીથી કોરોના વાઈરસના લક્ષ્ણો જોવા મળ્યાં છે. આ મહિલા પહેલા કોરોના વાઈરસની દર્દી હતી અને પછી હોસ્પિટલમાં ટ્રિટમેન્ટ બાદ સાજી થઈ ગઈ હતી અને હોસ્પિટલે તે મહિલાને ઘરે જવાની મંજૂરી પણ આપી દીધી. પરંતુ થોડા દિવસ બાદ મહિલા ફરીથી હોસ્પિટલમાં આવી તો ટેસ્ટમાં તે ફરીથી કોરોના વાઈરસથી સંક્રમિત થયેલી જોવા મળી. જેને લઈને હવે પ્રશાસનમાં હડકંપ મચી ગયો છે. 

અત્રે જણાવવાનું કે કોરોના વાઈરસથી પીડાતી આ મહિલાની ઉંમર 40 વર્ષ છે. આ મહિલાને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની જાણકારી પહેલીવાર 29મી જાન્યુઆરીએ મળી હતી. આ મહિલા ચીનના વુહાનમાં ટુરિસ્ટો માટે ગાઈડનું કામ કરતી હતી. જાન્યુઆરીમાં ચીનમાં કોરોના વાઈરસ ફેલાયા બાદ આ મહિલા પણ કોરોના વાઈરસથી પીડાઈ હતી.  ત્યરાબાદ 6 ફેબ્રુઆરીના રોજ આ મહિલાની સારવાર શરૂ થઈ અને એક અઠવાડિયામાં સાજી થઈ તો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો. 

જુઓ LIVE TV

પરંતુ 21મી ફેબ્રુઆરીના રોજ મહિલા ફરીથી હોસ્પિટલમાં આવી અને તેણે જણાવ્યું કે તેને છાતીમાં ખુબ દુ:ખાવો થાય છે અને ગળામાં ખારાશ પણ છે. બુધવારે જાણવા મળ્યું કે આ મહિલાને ફરીથી કોરોના વાઈરસનો ચેપ લાગ્યો છે. એટલે કે કોરના વાઈરસના રોગે ઉથલો માર્યો છે. ઓશાકાના ગવર્નરે કહ્યું કે "અમે એ સુનિશ્ચિત કરીશું કે જે લોકોનું પરીક્ષણ થવું જોઈએ તેમનું પરીક્ષણ જરૂર કરવામાં આવે. આ લોકોને વિકાસશીલ અને ગંભીર પરિસ્થિતિઓથી બચાવીને સૌથી ખરાબ પરિસ્થિતિથી બચાવવામાં આવશે."

અત્રે જણાવવાનું કે જાપાનમાં અત્યાર સુધી કુલ 186 લોકો કોરોના વાઈરસથી પીડાય છે અને 705 લોકોનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. કોરોના વાઈરસથી 3 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news